વિવાદ

 

ફરી એક વાર વિમુખો અને પોલીશ દ્વારા ઠાકોરજીની પાલખીને મંદિર માંજ અટકાવવામાં આવી જયાં સુધી ઠાકોરજી પરંપરા ના રસ્તે જળ જીલવા નહિ જાય ત્યાં સુધી અન્ન નો ત્યાગ કરતા કોઠારી શ્રીઘનશ્યામ સ્વામી

આજે સવારે તા. ૮/૯/૨૦૧૧ના રોજ રાબેતા મુજબ ઠાકોરજીને જળ જીલાવવામાટે જવાનું હતુ જેના માટે ઠાકોરજીની પાલખી જળ જીલાવવા માટે સવારે શ્રી ગોપીનાથજી મંદિરથી ઘેલા નદી તરફ જવા નીકળી પરંતુ વિમુખોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની પાલખીને અટકાવી હતી. હાલ ઠાકોરજીની પાલખી ગઢડા મંદિરમાં સ્‍થગીત છે. અને આ વર્ષે પણ ઠાકોરજીને જળ જીલવાની પરંપરામાં વિમુખો બાધા બન્‍યા હતા. અને મંદિર ફરતે પોલીસની હારમાળા રચી ભગવાનની પાલખીને શ્રી ગોપીનાથજી મંદિરની બહાર પણ નીકળવા દિધી ન હતી.

            વિમુખોનાં આ દુષ્‍કૃત્‍યથી સંપ્રદાયના હરિભકતોની લાગણીને ઠેસ પહોંચી હતી અને ગઢપુરના લોકોની લાગણી પણ ઘવાઇ હતી જેથી હજારોની સંખ્‍યામાં હરિભકતો એકત્ર થઇ આ દુષ્‍કૃત્‍યના વિરોધમા શાંતિપૂર્વક વિરોધ કરવા માટે પોલીસ ખાતા પાસે ગઢપુરમાં એક મૌન રેલી કાઢવાનું અને આ દુષ્‍કૃત્‍ય સામે વિરોધ નોંધાવવા માટે લોકશાહીના હકક મુજબ શાંતિપુર્વક વિરોધ વ્‍યકત કરવો હતો. પરંતુ વિમુખોના દબાણથી પોલીસ ખાતા દ્વારા આ મૌન રેલીની પણ મંજુરી આપવામાં આવેલી ન હતી.

            વિમુખોના આ દુષ્‍કૃ‍ત્‍ય અને પોલીસ ખાતાની દમનશાહીથી સંપ્રદાયની પરંપરા તુટી છે અને વિશ્ર્વભરના હરિભકતોની લાગણી ઘવાઇ છે. અને ઠાકોરજી કરતા પણ વિમુખોનો અહમ્ મહત્‍વનો બની ગયો છે. સત્તાના દુરઉપયોગથી આ કાર્ય થયેલ છે. પરંતુ આપણા સંપ્રદાયની પરંપરાઓની રક્ષા કરવી એ સંપ્રદાયના દરેક હરિભકતોની પણ ફરજ છે. આવી જ ફરજ સમજી પોતાના જીવથી પણ વ્‍હાલા એવા ઠાકોરજી અને સંપ્રદાયની પરંપરાઓના રક્ષણ માટે અને વિમુખોના આ દુષ્‍કૃત્‍ય સામે વિરોધ કરવા માટે ગઢપુર મંદિરના કોઠારી સ્‍વામી શ્રી ઘનશ્‍યામ વલ્‍લભદાસજી દ્વારા જયાં સુધી ઠાકોરજીની પાલખી જળ જીલવા માટે ઘેલા નદી સુધી પ્રસાદીના રસ્‍તા પરથી પસાર થશે નહી ત્‍યા સુધી તેઓએ અન્‍નો ત્‍યાગ કરેલ છે. અને સંપ્રદાયના સિધ્‍ધાંતો ને વળગીને શાંતી પૂર્વક વિરોધનુ આ કાર્ય શરૂ કરેલ છે. જેમાં દરેક હરિભકતો પોતાની શકિત મુજબ સહકાર આપે અને આપણા સંપ્રદાયના સિધ્‍ધાંતો અને પરંપરાઓનું રક્ષણ કરવા સમર્થ બને તેવી વિનંતી...

           આપણા સંપ્રદાયની પરંપરાઓ તોડવાનું કાર્ય વિમુખો દ્વારા વર્ષોથી થઇ રહેલ છે. તેઓની પરંપરા મુજબ આજે આપણા સંપ્રદાયની પરંપરા તોડવાનું કાર્ય ફરી એકવાર સફળ થયુ છે. આજે વિમુખો શકિત-શાળી થઇ ગયેલ છે. સત્‍ય કરતા અસત્‍યનો વિજય આ કળીયુગમાં સંભવ છે. જે આજે ફરી એકવાર સાબીત થયું છે વિમુખો આ કળીયુગના સિધ્‍ધાંતો મુજબ કામ કરી રહ્યા છે જેમાં સફળ થવા માટે તેઓને કોઇપણ રસ્‍તા પર ચાલવામાં શરમ નથી, અનુશાસન નથી, સિધ્‍ધાંતો નથી માટે તેઓ આ કાર્યમાં સફળ બની જાય છે. જયારે આપણાં સંપ્રદાયને ઠાકોરજીની આજ્ઞા અનુસાર અને શિક્ષાપત્રીના સિધ્‍ધાંત મુજબ ચાલીને દરેક કાર્ય કરવાના હોય છે. પરંતુ ઇતિહાસ એવું કહે છે કે અસત્‍ય સામે સત્‍યનો વિજય થયો જ છે, અને રાક્ષસોનો નાશ હંમેશા થયેલ છે. અને વર્તમાન સમયમાં પણ અન્‍ના હજારે આનું જીવંત ઉદાહરણ છે કે જે દમનશાહ સરકારની સામે સત્‍યના સંગાથે શાંતિપૂર્વક અને લોકશાહીના સિધ્‍ધાંતો મુજબ અને લોકોના સથવારે આંદોલન થયુ તેમા દમનશાહ સરકારને જુકવું પડયું અને સાચી વાત સ્‍વીકારવી પડી, આપણા રાષ્‍ટ્રમાં લોકશાહી પ્રક્રીયાથી કાર્યો કરવામાં આવે છે જેમા દરેક ધાર્મિક સંપ્રદાયોના સિધ્‍ધાંતો અને પરંપરાઓનું રક્ષણ કાયદામાં પણ ફેરફાર કરી જાળવવામાં આવેલું છે જેથી કાયદા કરતા પણ ધાર્મિક પરંપરાઓ અને સિધ્‍ધાંતો મહત્‍વના છે એવું રાષ્‍ટ્રનું બંધારણ પણ કહે છે પરંતુ શાસકો અને વિમુખો કાયદાઓનું અર્થઘટન ફેરવી અને સત્ત્તાનો દુરઉપયોગ કરી સત્‍યને અસત્‍ય સાબીત કરે છે તો હવે દરેક હરિભકતોએ આપણા સંપ્રદાય અને આપણા સિધ્‍ધાંતોની સત્‍યતા સાબિત કરવી જરૂરી છે જે હવે સંપ્રદાયના દરેક હરિભકતોના સંગાથે અને સત્‍યના સથવારે અને શાંતિના માર્ગે જ સાબિત કરવી પડશે